કૃષિ એગ્રો સર્વિસીસ

જે દરેક ખેડૂત મિત્રો અમારા કૃષિ એગ્રો સર્વિસીસ સાથે સભાસદ તરીકે જોડાયેલા છે.તેમને સબસીડી વાળા પાઈપો ટપક, પદ્ધતિ ની સુવિધા આપી વધુમાં વધુ સભાસદ મિત્રો ને સેવા પુરી પાડવા માંગીયે છે. આ સેવાઓ થી પાણી નો બગાડ થતો બચી જશે. અને ખરેખર જ્યાં પાણી ની જરૂર છે ત્યાંજ પાણી નો ઉપયોગ થશે તથા ખેડૂત પોતાના ખેતર માં શિયાળું અને ઉનાળું ખેતી કરતો થશે જેથી બહારગામ મજૂરીએ જવું પડશે નહિ જેના કારણે તેમનાં બાળકોના ભણતર માં પણ પૂરતું ધ્યાન આપી શકશે જેથી બાળકનું શિક્ષણ પણ સુધરશે તથા પોતાના કુટુંબ ને પૂરતો સમય આપી શકશે. જેના કારણે પરિવાર માં અને સમાજમાં દરેક પ્રસંગો માં ભાગ લઇ શકશે. જેથી એક સારા વિચારો વાળા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નવા સમાજ નું નિર્માણ થશે.